28 February, 2014

Smrt Schoolમાં મૂલ્યાંકન માટેની ખાસ નોંધ :

        સોફ્ટવેરમાં મૂલ્યાંકન સેટ કરવું એ અમારા માટે સૌથી જટીલ કાર્ય છે. આવું કાર્ય કર્યા છતા યૂઝર્સને સૌથી વધુ તકલીફ પણ મૂલ્યાંકનમાં જ પડે છે. મૂલ્યાંકનમાં થતી સમસ્યાઓનું સૌથી મોટું કારણ તેમાં વારંવાર આવતા ફેરફારો છે. કેટલીક વખત એક ફેરફાર મુજબ ચેન્જ કરીને ગ્રાહકને આપ્યા પહેલા જ બીજો ફેરફાર આવી જતો હોય છે. તમામ સમસ્યાઓ છતા મૂલ્યાંકનમાં ધી બેસ્ટ આપવાનો પ્રયત્ન કરેલ છે. ચાલુ અપડેટમાં મૂલ્યાંકન બાબતે ખુબજ એડવાન્સડ અને તમે પોતાની જાતે ફેરફાર કરી શકો તેવી ફેસેલીટી તૈયાર કરી આપેલ છે.
        મૂલ્યાંકનની નવી ફેસેલીટીની વાત કરીએ તે પહેલા કેટલાક પોઈન્ટ્સ ખાસ જાણી લો.
૧) સોફ્ટવેરમાં મૂલ્યાંકન મેનુંમાં Regular Evaluation અને Custom Evaluation એમ બે ભાગ આપેલા છે. Regular Evaluationમાં એન્ટર થઈ તમે કોઈ ધોરણની ડેટા એન્ટ્રી કરો તો વર્ષ પૂરું થાય તે પહેલા તેની પ્રિન્ટ ખાસ મેળવી લેવી. કારણકે નવા વર્ષમાં તમામ ડેટા રદ થઇ જશે (Regular Evaluationનો જ).

ર) Custom Evaluationની મદદથી તૈયાર કરેલ મૂલ્યાંકનમાં માર્કસનો ડેટા તેમજ પરિણામ પત્રકો/માર્કશીટ્સ વગેરે રિપોર્ટ તમે ડિલીટ કરશો નહી ત્યા સુધી સોફ્ટવેરમાં સચવાયેલા રહેશે. વળી આગામી વર્ષમાં મૂલ્યાંકન પદ્ધતિમાં કોઈ ફેરફાર આવે તો પણ અગાઉના તમામ ડેટા તેની મૂળ સ્થિતીમાં રહેશે. (Custom Evaluationનાં School Resultમાં)

૩) Custom Evaluationમાં તમારી શાળા માટે મૂલ્યાંકન સિસ્ટમ અને રિપોર્ટસ જાતે બનાવી શકો છો. દા.ત. તમે એવી માર્કશીટ બનાવવા માંગો છો કે જેમાં સામાન્ય જ્ઞાન અને કોમ્પ્યુટરના માત્ર ગ્રેડ જ આવે અને બાકીના વિષયના માર્કસ આવે અથવા તમે એવી માર્કશીટ બનાવવા ઈચ્છો કે જેમાં દરેક વિષયના પ્રથમ સત્રના કુલ + બીજા સત્રના કુલ અને વર્ષિક કુલ માર્કસ આવે. આવી દરેક સિસ્ટમ તમે જાતે તૈયાર કરી શકો છો અને તે સિસ્ટમ મુજબના પત્રકો વર્ષ બદલે ત્યારે સોફ્ટવેરમાં સચવાયેલા જ રહેશે.

૪) Custom Evaluationમાં તમારી શાળાની જરૂરીયાત વાળી મૂલ્યાંકન સીસ્ટમ અને રિપોર્ટસ જાતે તૈયાર કરવા ન હોય તો એક તૈયાર મૂલ્યાંકન સીસ્ટમ અને તેના રિપોર્ટસ અલગથી આપવામાં આવશે જેનો ઉપયોગ કરી શકો છો આ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે શાળાએ માત્ર માર્કશી ડેટા એન્ટ્રી જ કરવાની હોય છે. માર્કશીટ વગેરે એન્ટર કરેલા માર્કશને આધારે તૈયાર થઇ જશે. હાલ આગામી દિવસોમાં ધોરણ ૬-૭-૮ અને ધો ૫ અને ધો ૩/ધો ૪ની આવી તૈયાર સિસ્ટમ આપવામાં આવશે.

૫) Custom Evaluationમાં તમારી આગવી મૂલ્યાંકન સિસ્ટમ તૈયાર કરવી હોય તો તે પણ તમે કરી શકશો. તેના માટેની વિડીયો હેલ્પ તૈયાર કરેલ છે તે મેળવી તૈયાર કરી શકો છો. આવી મૂલ્યાંકન સીસ્ટમ બનાવવી સરળ છે. થોડો કોમ્પ્યુટરના કાર્યનો અનુભવ જરૂરી છે. અમારા તરફથી પણ ફોનીન હેલ્પ મળશે.

૬) તમારી શાળાની આગવી મૂલ્યાંકન સિસ્ટમ અને માર્કશીટ વગેરે રિપોર્ટસ અમારી પાસે તૈયાર કરાવવા હોય તો કરાવી શકો છો. આ માટે તમારે અલગ ચાર્જ ચૂકવવાનો રહેશે તેની ખાસ નોંધ લેશો.