29 January, 2014

વાહન મુજબ વિદ્યાર્થીઓનું વર્ગીકરણ કઈ રીતે કરવું અને જરૂર મુજબ આ યાદી કેવી રીતે મેળવવી ?

પરેશભાઇ - જીનીયશ પ્રાઈમરી સ્કૂલ રાણા કંડોરણા


આપની જરૂરીયાત એ છે કે એક વખત વિદ્યાર્થીનું જાતે વર્ગીકરણ કરી શકાવું જોઈએ અને એ મુજબ માહિતી ફરીથી મળવી જોઈએ. સ્માર્ટ સ્કૂલમાં એ માટેની પણ વ્યવસ્થા છે. તમારા પ્રશ્નને અનુસંધાને આપણે બસના ઉદારણ થી જોઈએ.

ધારોકે આપણી સ્કૂલમાં પાંચ બસ ચાલે છે. દરેક બસમાં ક્યા ક્યા બાળકો હશે તે સોફ્ટવેરમાં હાલ કોઈ પણ રીતે મેળવી ન શકાય કારણ કે બસમાં આવતા બાળકો કોઈ પણ ધોરણ, વર્ગ કે વિભાગના હશે. આવી સમસ્યા માટે  સોફ્ટવેરમાં નીચે મુજબ આગળ વધો.

૧) વિદ્યાર્થી --- વિદ્યાર્થીની માહિતી --- વિદ્યાર્થીઓનું વર્ગીકરણ

૨) નવું વર્ગીકરણ સેટ કરવું પસંદ કરી --- Next

૩) વર્ગીકરણનું ટાઈટલ સેટ કરોમાં + ની નિશાની પર ક્લિક કરી એક ટાઈટલ એડ કરો જેનું નામ આપો વાહન રૂટ

૪)  વર્ગીકરણનું ટાઈટલ સેટ કરોમાં વાહન રૂટ પસંદ કરી વર્ગીકરણની કેટેગરી સેટ કરોમાં અલગ અલગ જેટલા રૂટ હોય તે બધાના એક પછી એક નામ એડ કરો. (દા.ત. રૂટ-૧, રૂટ-ર વગેરે...)

પ) ફરી  વિદ્યાર્થી --- વિદ્યાર્થીની માહિતી --- વિદ્યાર્થીઓનું વર્ગીકરણમાં એન્ટર થાઓ ચાલુ વર્ગીકરણ મુજબ વિદ્યાર્થીઓ વર્ગીકૃત કરવા વિકલ્પ પસંદ કરી Next પર ક્લિક કરો.

૬) વાહન રૂટ પસંદ કરી Next પર ક્લિક કરો.

૭) અહીં બાળકોનું વર્ગીકરણ અલગ અલગ રૂટ મુજબ સેટ કરવાનું છે. ડાબી બાજુનાં વિભાગમાં કોઈ એક ધોરણ પસંદ કરો આથી નીચેના ભાગમાં તે ધોરણનાં તમામ બાળકો જોવા મળશે.
      જમણી બાજુના વિભાગમાં ઉપરના ભાગે રૂટ-૧ પસંદ કરો અને ડાબી બાજુ જોવા મળતા બાળકો પૈકી જે જે બાળકો રૂટ-૧નો ઉપયોગ કરતા હોય તે તે બાળકોને પસંદ કરી > ની નિશાની પર ક્લિક કરતા તે બાળકો જમણી બાજુ મૂવ થશે. આ બાળકો રૂટ-૧ માટે સેટ થઈ ગયા છે. બાકીના રૂટ માટે બાળકો સેટ કરો આમ તમામ ધોરણ માટે કરવાનું રહેશે.

રૂટ મુજબ સેટ થયેલા બાળકોની માહિતી મેળવવા માટે.

ઉપર બતાવેલા સ્ટેપ મુજબ બાળકોનું વર્ગીકરણ સેટ થઈ ગયા બાદ આવા બાળકોની માહિતી મેળવવી ખુબજ સરળ છે. વળી આવા બાળકોની અસંખ્ય પ્રકારની માહિતીઓ પણ તૈયાર કરી શકાય છે. દા.ત. રૂટ-૧ના તમામ બાળકોના વાલીના ફોન નંબર અને સરનામાની યાદી જોઈએ છે. તો નીચે મુજબ આગળ વધો. 

૧) ઉપયોગિતા --- Tool --- Power Search માં દાખલ થઈ Search II પસંદ કરો. 

૨) Field વિભાગમાં વાહન રૂટ પસંદ કરો જમણી બાજુનાં ભાગમાં રૂટ-૧, રૂટ-ર, રૂટ-૩ વગેરે લખાયેલું જોવા મળશે જેમાંથી રૂટ-૧ ટીક કરી પહેલું સર્ચ બટન ક્લિક કરો. આમ કરવાથી રૂટ-૧માં સેટ કરેલા તમામ બાળકોની યાદી જોવા મળશે.

૩) Add To Main List પર ક્લિક કરો. હવે વિદ્યાર્થીની જે જે માહિતીઓ જોઈતી હોય તે લેવા માટે Add Column બટન ક્લિક કરી યોગ્ય માહિતીનો પ્રકાર પસંદ કરો. આપણા ઉદાહરણમાં વિદ્યાર્થીના માતા/પિતાની માહિતી વિભાગ પસંદ કરી મોબાઇલનંબર અને સરનામાની માહિતી પર ટીક કરો.

૪) Add To List પર ક્લિક કરતા માહિતીમાં વિદ્યાર્થીનું નામ - પિતા વાલીનો મોબાઈલ નંબર -સરનામું લાઈન-૧ વગેરે માહિતીઓ જોવા મળશે. આ તમામ માહિતી રૂટ-૧ના વિદ્યાર્થીઓની છે. જેને પ્રિન્ટ લેવા માટે Send To Excel પણ કરી શકો છો.

પ) Save List પર ક્લિક કરી આ માહિતી Power Searchમાં સેવ પણ કરી શકાય છે જેનો ઉપયોગ માત્ર રૂટ-૧ના બાળકોને SMS મોકલવા માટે કરી શકાય.