06 December, 2013

નવુ ટૂલ : Report Installer

Report Installer શું છે ?
        Report Installerસ્માર્ટ સ્કૂલમાં નવા રિપોર્ટસ એડ કરવા માટેનું ટૂલ છે. અમારા દ્વારા જ્યારે કોઈ નવો રિપોર્ટ આપવાનો થાય ત્યારે આ રિપોર્ટ Report Installerની મદદથી તમારા  સ્માર્ટ સ્કૂલમાં એડ કરી શકાય છે. Report Installerની મદદથી એડ કરેલા રિપોર્ટમાં તમે સુધારાઓ પણ કરી શકો છો.


સ્માર્ટ સ્કૂલમાં Report Installerની મદદથી નવો રિપોર્ટ કેવી રીતે એડ કરશો ?
(૧) તમને આપવામાં આવેલ લિંક પરથી Report Installer ડાઉનલોડ કરી ડેસ્કટોપ પર મૂકો. (.zip ફાઇલને Extract કરો.)

(ર) Report Installer પર ડબલ ક્લિક કરો.

(૩) Select Installed Smrt School Folderમાં Open પર ક્લિક કરી SmrtSchool ફોલ્ડર પસંદ કરો.  SmrtSchool ફોલ્ડર C:\ ડ્રાઈવના Program Filesમાં Kundal Soft Techનામના ફોલ્ડરમાં હોય છે.
C:\Program Files\Kundal Soft tech\SmrtSchool
(૪) Report Installer વિન્ડોના ડાબી બાજુનાં ભાગમાં અલગ અલગ રિપોર્ટસના નામ જોવા મળશે. આ યાદીમાં યોગ્ય રિપોર્ટ પર ક્લિક કરતા તે રિપોર્ટનું પ્રિવ્યૂ અને અન્ય માહિતી જોવા મળશે.

(પ) જરૂરી રિપોર્ટ પર ક્લિક કરી Add This Report to My Smrt School પર ક્લિક કરશો એટલે પસંદ કરેલ રિપોર્ટ તમારા સ્માર્ટ સ્કૂલમાં એડ થઈ જશે.

એડ કરેલો નવો રિપોર્ટ Smrt School માં ક્યાં જોવા મળશે ?
એડ કરેલો રિપોર્ટ Smrt Schoolમાં રિપોર્ટસ્ મેનુંમા My Reportsના Student Report અથવા Student List Reportમાં જોવા મળશે.

Smrt School માં એડ થયેલા રિપોર્ટને Delete કરી શકાય ?
હા, એડ કરેલા રિપોર્ટને Delete કરવા માટે રિપોર્ટના નામ પર રાઈટ ક્લિક કરો. અહીં રિપોર્ટનું નામ પણ બદલી શકાય છે.

Report Installerથી એડ કરેલા રિપોર્ટમાં ફેરફાર કરવો હોય તો ?

Report Installerથી એડ કરેલ રિપોર્ટસ તમે જાતે બનાવેલા રિપોર્ટની જેમ એડીટ થઇ શકે છે. રિપોર્ટમાં એડિટ કરવા માંટે Report Setting બટન પર ક્લિક કરી ચાલુ રિપોર્ટમાં સુધારો કરવો... વિકલ્પ પસંદ કરો.

Report Installerની માહિતી માટે અહીં ક્લિક કરો.
Report Installer ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.