05 September, 2013

સરનામાની એન્ટ્રી શરૂ કરતા પહેલ ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો.

વિદ્યાર્થીને મોકલવામાં આવતા SMS, વિદ્યાર્થીના I-Card, એડ્રેશ લેબલ માટે સરનામાંની એન્ટ્રી કરવા માટે વિદ્યાર્થી મેનુંનાં પ્રોફાઈલનાં વિદ્યાર્થીના માતા-પિતા/વાલીની માહિતીમાં એન્ટર થઈને વિદ્યાર્થીના પિતા/વાલીની માહિતી વિભાગમાં ડેટા એન્ટ્રી કરવી. વિદ્યાર્થીના પિતા/વાલીની સરનામાની માહિતીમાં પહેલો મોબાઇલ નંબર SMS માટે ઉપયોગમાં લેવાશે. આ જ નંબર મેસેજ-મોબાઇલ નંબર મેનુમાં જઈને પણ એન્ટર કરી શકાય છે.
આ મેનું સિવાય વિદ્યાર્થીની સંપર્ક વિગતો (ભૂતપૂર્વ વિદ્યાર્થીની સંપર્ક વિગતો) કે પરિવારના અન્ય સભ્યોની માહિતીમા સરનામાની એન્ટ્રી કરેલી હશે તો તે I-Card, SMS, એડ્રેશ લેબલમાં ઉપયોગમાં આવશે નહીં જેની ખાસ નોંધ લેશો.
ટૂંકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સરનામાની માહિતી વિદ્યાર્થીના પિતા/વાલીની માહિતી મેનું મા જઈ એન્ટર કરવી.

વિદ્યાર્થીની સંપર્ક વિગતોમાં વિદ્યાર્થીનું હાલનું સરનામું અને કાયમી સરનામુંની માહિતીઓ છે. આ માહિતીઓ વિદ્યાર્થીના શાળાના વર્ષો પૂર્ણ થયા બાદ પણ શાળા વિદ્યાર્થી સાથે સંપર્ક જાળવી રાખવા માંગતી હોય તો તેના માટે છે.