02 September, 2013

લાયબ્રેરીમાં સભ્યને ઈશ્યુ કરવા માટે પુસ્તક સર્ચ કઇ રીતે કરવું ?
ચોવટીયા દિનેશભાઈ - સરદાર પટેલ પબ્લિક સ્કૂલ

સૌ પ્રથમ તો સોફ્ટવેરનો ઉપયોગ લાઈબ્રેરીના સંચાલન માટે કરવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન.
       લાઇબ્રેરીમાં પુસ્તકોની એન્ટ્રી કરતી વખતે ટાઈટલ, લેખક, પ્રકાશક, વગેરે માહિતીઓ એન્ટર કરવાની થતી હોય છે.
લાયબ્રેરીનો સભ્ય જ્યારે પુસ્તક વાંચવા માટે લઈ જાય ત્યારે તે પુસ્તક ઈશ્યું કરતી વખતે તે પુસ્તક સર્ચ કરવું પડે છે. આ વખતે પણ પુસ્તક કોડ, ટાઈટલ, લેખક, પ્રકાશક  પૈકી કોઈ એક વિગતના કેટલાક અક્ષરોની એન્ટ્રી કરશો એટલે પુસ્તક સર્ચ થશે. એટલેકે સર્ચ કરવા માત્ર પુસ્તક કોડ એન્ટર કરવો જરૂરી નથી. ટાઈટલ, લેખક, પ્રકાશક વગેરે વિગતો પરથી પણ પુસ્તક સર્ચ થશે. નીચે જોવા મળતી ઈમેજમાં સાકર સર્ચ કરાવેલું છે આથી લેખકના નામમાં સાકર હોવાથી તે સંબંધી પુસ્તકો સર્ચ થયેલ છે.
પુસ્તક સર્ચ