16 July, 2014

આધાર ડાયસ : ૨૦૧૪-૧૫નાં નમુના “સ્માર્ટ સ્કૂલ”માં તૈયાર કરો...
 
  • આધાર ડાયસ ૨૦૧૪-૧૫નાં નીચેના નમુના “સ્માર્ટ સ્કૂલ”માં તૈયાર થઈ શકે છે.
ધોરણ-૧ના બાળકોની માહિતી દર્શાવતું પત્રક(નવો પ્રવેશ મેળવેલ) : પત્રક-૧ (ડાઉનલોડ)
અન્ય શાળામાંથી આપની શાળામાં આવેલ ધોરણ ર થી ૮ના બાળકોની માહિતી દર્શાવતું પત્રક : પત્રક-૩ (ડાઉનલોડ)
  • રિપોર્ટ એડ કરવા માટે...
ઉપરના નમુના માહિતી સાથે તૈયાર કરવા માટે સૌ પ્રથમ સ્માર્ટ સ્કૂલ અપડેટ કરી લો (વર્ઝન).
ત્યારબાદ નીચેનું રિપોર્ટ ઈન્સ્ટોલર ડાઉનલોડ કરી રિપોર્ટસ એડ કરો. રિપોર્ટ ઈન્સ્ટોલરની મદદથી નવો રિપોર્ડ એડ કરવાની હેલ્પ સાથે આપેલ છે.
રિપોર્ટ ઈન્સ્ટોલર : આધાર ડાયસ ૨૦૧૪-૧૫ (ડાઉનલોડ)
  • રિપોર્ટ સ્માર્ટ સ્કૂલમાં ક્યા મેનુંમા જોવા મળશે ?
આપના સોફ્ટવેરમાં એડ થયેલ રિપોર્ટ રિપોર્ટસ્ મેનુંમા My Reportsના Student List Reportમાં જોવા મળશે.
અહીં Standard Listમાં ધોરણ-૧ પસંદ કરી ધોરણ-૧માટેનો રિપોર્ટ તૈયાર કરી શકાય છે. (પત્રક-૧)
આપની શાળામાં નવા પ્રવેશેલ બાળકોની યાદીનો રિપોર્ટ તૈયાર કરવા માટે Datewise Searchમાં Admission Date Searchનો ઉપયોગ કરી શકો છો. (પત્રક-૩)
(ઉપરના રિપોર્ટ્સ એક્સેલ ફાઈલમાં તૈયાર થશે જેમાં જરૂરી વધું માહિતી ટાઈપ કરી શકાય છે. વળી દરેક નમુના માટે અંગ્રેજી અને ગુજરાતી બન્ને પ્રકારે માહિતી તૈયાર થયેલી હશે. આ માટે ઓપન થતી એક્સેલ ફાઈલની Form-1 Eng, Form-1 Guj, Form-3 Eng, Form-3 Gujનામની શીટ્સ જૂઓ)
જો આપને બાળકોની માહિતી અંગ્રેજીમા જોઈતી હોય તો અંગ્રેજી જી.આર.ની એન્ટ્રી કરવી જરૂરી છે. અંગ્રેજી જી.આર. એન્ટર કરવા.
વિદ્યાર્થી મેનું – English GR – GR Data Entry પર જાઓ.